બાવળાના ભાયલા ગામ પાસે શુક્રવારે રાતે 11.15 વાગ્યે આંગડિયા પેઢીની ટ્રક લૂંટવાના ચકચારી કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમોએ એક સાથે ગાંધીનગર, સાબરકાંઠા અને સુરતમાં ઓપરેશન કરીને કુલ છ લૂંટારુઓને ઝડપી પાડ્યાં છે. જે પૈકી લૂંટના સૂત્રધાર SRPના જવાન અને છોટા રાજન ગેંગના પૂર્વ સાગરિતની પણ ધરપકડ કરાઈ છે.પોલીસે છ આરોપીઓ પાસેથી સાડા ત્રણ કરોડ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે તેમને માહિતી મળી હતી કે, આંગડિયા પેઢીની ટ્રકમાં 100 કરોડ રૂપિયા અમદાવાદથી રાજકોટ જવાના છે! જેના પગલે છેલ્લા દોઢ મહિનાથી ગુજરાતની 'ભરવાડ ગેંગ' અને મુંબઈની છોટા રાજનના પૂર્વ સાગરિતની એક ગેંગ રેકી કરી રહી હતી. બન્ને ગેંગે લૂંટ બાદ લૂંટ બાદ ગાંધીનગરના ફાર્મ હાઉસમાં લૂંટનો માલ વહેંચવાનો કારસો ઘડ્યો હતો. ફુલ પ્રુફ પ્લાનમાં લૂંટનો 70 ટકા હિસ્સો ભરવાડ ગેંગને અને 30 ટકા હિસ્સો છોટા રાજનનાં પૂર્વ સાગરિતની ગેંગે વહેચી લઈ અલગ અલગ રીતે ભાગ્યાં હોવાનું કબૂલ્યું હતું.
ભાયલા પાસે આંગડિયા પેઢીની ટ્રક લૂંટાઈ હોવાની વાત પોલીસને જાણવા મળતા જ અમદાવાદ જિલ્લાની નાકાબંધી કરી આખા રાજ્યમાં આરોપીઓને પકડી પાડવા એલર્ટ અપાયું હતું. બીજી તરફ રાતથી જ અમદાવાદ જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયની આગેવાનીમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એસ.એન. ચૌધરી અને ટીમ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીએસઆઈ બી.બી. ગોયલ અને તેમની ટીમે તપાસ શરૂ કરી હતી.
ઈલેટ્રોનિક સર્વેલન્સના ભરપૂર ઉપયોગથી પોલીસે સૌથી પહેલા સાબરકાંઠા જિલ્લાના કુખ્યાત આરોપીની ધરપકડ કરી. આરોપીઓ કરી કે આખું ષડ્યંત્ર તેણે જ રચ્યું હતું અને આ માટે રેકીનું કામ અન્ય એક આરોપીને પણ પકડ્યો. આ ત્રણેયની પૂછપરછમાં ગ્રામ્ય પોલીસની ત્રીજી ટીમે સુરતથી છોટા રાજન ગેંગના પૂર્વ સાગરિત અને હાલ બિલ્ડર બની બેઠેલા સ આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે આમની સાથે સંડોવાયેલા આરોપીને પણ પકડી પાડ્યાં.
તમામ છ આરોપીઓ પાસેથી પોલીસે સોના-ચાંદીના ટુકડા અને દાગીના તથા સિક્યુરિટી ગાર્ડની લૂંટેલી બે બંદુક, અને એક તમંચો મળી કુલ સાડા ત્રણ કરોડ રૂપિયાની મતા કબજે કરી હતી. મૂખ્ય સૂત્રધાર કબૂલાત કરી છે કે, તેના પિતરાઈ ભાઈ અને છ પૈકીના એક આરોપી તેને માહિતી આપી હતી કે, આ આંગડિયાની ટ્રકમાં અંદાજે 100 કરોડ રૂપિયા રાજકોટ જાય છે. તેથી દોઢ મહિના પહેલા મુંબઈથી ગેંગ બોલાવી પ્લાન તૈયાર કર્યો હતો અને સતત રેકી કરી લૂંટ કરી હતી. પોલીસે આ ગેંગના અન્ય આરોપીઓને શોધી કાઢવા કાર્યવાહી શરૂ કરી છે.
જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે માહિતી આપી હતી કે, 'માઈન્ડ સાઈટ' સોફ્ટવેર કોલ ડિટેઈલ્સ, આરોપીઓની અલગ અલગ પ્રોફાઈલ, તેમના ટ્રુ કોલર પરના નામ, સીમ કાર્ડનું ઓરિજિનલ એડ્રેસ, લાસ્ટ લોકેશન જેવા અનેક કામ એક જ વિન્ડોમાં કરી આપે છે. પોલીસે ટ્રકનો જીપીએસ ડેટા મેળવ્યો. ટ્રક જે રસ્તેથી જેટલા વાગે નીકળી તેટલા વાગ્યાનો તે વિસ્તારનો મોબાઈલ ડેટા મેળવ્યો. આ ડેટા ટ્રક આગળ જે રસ્તે ગઈ ત્યાંના કેટલાક મોબાઈલ ડેટા સાથે સંપર્કમાં હતો. માટે આખી ગેંગ ટ્રેક થઈ અને 'ઓપરેશન આંગડિયા' સફળતાથી પાર પડાયું.
For Inquiries:
For Inquiry/Queries fill our short form or you can also send us an email and we’ll get in touch shortly, or Contact Us -- (+91) 9998882887.
live@techpolice.in
info@techpolice.in
Office Hours :
10:00 to 18:00 Monday to Saturday,
Sunday - Holiday